તાલુકા અને જિલ્લાકક્ષાએ યોજાશે, કલા મહાકુંભ ૨૦ જૂલાઈ સુધી ભરી શકાશે રજીસ્ટ્રેશન ફોર્મ
ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્
તાલુકા અને જિલ્લાકક્ષાએ યોજાશે, કલા મહાકુંભ ૨૦ જૂલાઈ સુધી ભરી શકાશે રજીસ્ટ્રેશન ફોર્મ


ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થશે.

કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૫ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ- ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.

તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિઓમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરત નાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહ ગીત, લોકગીત / ભજન, તબલા, હાર્મોનિયમ (હળવુ), સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા- છંદ ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધાનો સમાવેશ થશે.

સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં સિતાર, ગિટાર, વાંસળી, કુચિપુડી, ઓડીસી, મોહિની અટ્ટમ, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડીયા પાવા, સરોદ, સારંગી, ભવાઈનો સમાવેશ થશે.

કલા મહાકુંભની વિગતવાર ફોર્મ અને નિયમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઈણાજ, તા.વેરાવળ ખાતેથી મળશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ નિયત નમૂના ફોર્મ ભરી, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે જોડી કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન પહોચાડવાનું રહેશે. સમય મર્યદાબાદ આવેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહી એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande