વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો, એશિયામાં તેજીનો ટ્રેન્ડ
નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.) આજે વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. છેલ્લા સત્ર દરમિયાન મજબૂત ટ્રેડિંગ બાદ અમેરિકી માર્કેટ બંધ થયું. જોકે, ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે પ્રતીકાત્મક ઘટાડા સાથે ટ્રેડિંગ કરતું જોવા મળી રહ્યું છે. છેલ્લા સત્ર દરમિયાન
વૈશ્વિક શેર બજાર


નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.) આજે વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. છેલ્લા સત્ર દરમિયાન મજબૂત ટ્રેડિંગ બાદ અમેરિકી માર્કેટ બંધ થયું. જોકે, ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે પ્રતીકાત્મક ઘટાડા સાથે ટ્રેડિંગ કરતું જોવા મળી રહ્યું છે. છેલ્લા સત્ર દરમિયાન યુરોપિયન બજારમાં સતત વેચાણ દબાણ હતું. બીજી તરફ, એશિયન બજારમાં આજે સામાન્ય રીતે તેજી છે.

અમેરિકા ઘણા દેશો સાથે વેપાર કરાર પર પહોંચવાના સંકેતને કારણે, છેલ્લા સત્ર દરમિયાન યુએસ બજારમાં સકારાત્મક વાતાવરણ પ્રવર્તતું હતું. એસએન્ડપી 500 ઇન્ડેક્સ, 0.52 ટકાના વધારા સાથે 6,204.95 પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે નાસ્ડેક, છેલ્લા સત્રના ટ્રેડિંગને 0.47 ટકાના વધારા સાથે 20,369.73 પોઈન્ટ પર સમાપ્ત થયું. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ, હાલમાં 0.03 ટકાના પ્રતીકાત્મક ઘટાડા સાથે 44,080.46 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે.

અમેરિકન બજારથી વિપરીત, યુરોપિયન બજાર છેલ્લા સત્ર દરમિયાન સતત દબાણ હેઠળ રહ્યું. એફટીએસઈ ઇન્ડેક્સ, 0.43 ટકાના ઘટાડા સાથે 8,760.96 પોઇન્ટ પર બંધ થયો. તેવી જ રીતે સીએસી ઇન્ડેક્સ, છેલ્લા સત્રના ટ્રેડિંગને 0.33 ટકાના ઘટાડા સાથે 7,665.91 પોઇન્ટ પર બંધ થયો. આ ઉપરાંત ડીએએક્સ ઇન્ડેક્સ, 123.61 પોઇન્ટ એટલે કે 0.52 ટકાના ઘટાડા સાથે 23,909.61 પોઇન્ટ પર બંધ થયો.

એશિયન બજાર આજે સામાન્ય રીતે તેજીમાં છે. 9 એશિયન બજારોમાંથી, 7 સૂચકાંકો વધારા સાથે લીલા રંગમાં ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે એક સૂચકાંક ઘટાડા સાથે લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં રજાને કારણે, આજે હેંગ સેંગ ઇન્ડેક્સમાં કોઈ ટ્રેડિંગ નથી. એશિયન બજારોમાં, એકમાત્ર નિક્કી ઇન્ડેક્સ 454.27 પોઇન્ટ એટલે કે 1.12 ટકાના ઘટાડા સાથે 40,033.12 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

બીજી તરફ ગીફ્ટ નિફ્ટી, 0.21 ટકાના વધારા સાથે 25,655.50 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તેવી જ રીતે સ્ટ્રેટ ટાઇમ્સ ઇન્ડેક્સ, 0.79 ટકાના વધારા સાથે 3,995.62 પોઈન્ટ પર પહોંચ્યો છે. તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સે, આજે મોટો ઉછાળો નોંધાવ્યો છે. હાલમાં આ ઇન્ડેક્સ, 323.27 પોઈન્ટ એટલે કે 1.45 ટકાના વધારા સાથે 22,579.29 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

તે જ રીતે કોસ્પી ઇન્ડેક્સ, 1.34 ટકાના વધારા સાથે 3,112.88 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ, 0.21 ટકાના વધારા સાથે 3,451.69 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ, 0.05 ટકાના વધારા સાથે 1,090.15 પોઈન્ટ પર અને જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.04 ટકાના સહેજ વધારા સાથે 6,930.71 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર/યોગિતા પાઠક/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande