બગદાદ,નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.)
ઇરાકનું કિરકુક શહેર એક પ્રચંડ વિસ્ફોટના અવાજથી હચમચી ગયું. ઉત્તર ઇરાકમાં કિરકુક
આંતરરાષ્ટ્રીય વિમાનમથકના લશ્કરી વિભાગ પર બે રોકેટ પડ્યા છે. આમાં એકથી બે
સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ત્રીજો રોકેટ શહેરના એક ઘર પર
પડ્યો છે. અત્યાર સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી.
ઈરાનની મેહર અને તુર્કીની અનાદોલુ ન્યૂઝ એજન્સીએ, ઇરાકની
સમાચાર એજન્સી આઇએનએને ટાંકીને, કિરકુકમાં થયેલા હુમલાની જાણ કરી છે. આઈએનએ અનુસાર, એરપોર્ટ
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” સોમવારે મોડી રાત્રે કિરકુક એરપોર્ટ પર ત્રણ (રોકેટ)
પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યા હતા.”
આ હુમલામાં એક વ્યક્તિ સહેજ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
સ્થાનિક સમય મુજબ રાત્રે 11.30 વાગ્યે (2030 જીએમટી), એરપોર્ટના લશ્કરી
વિભાગમાં બે રોકેટ અને નાગરિક વિસ્તારમાં એક રોકેટ પડ્યો. તેના કારણે લશ્કરી
વિસ્તારને અડીને આવેલા દરવાજા પાસેની ઝાડીઓમાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક
આગ ઓલવી નાખી હતી. રનવે કે, એરપોર્ટ સુવિધાઓને કોઈ નુકસાન થયું નથી.
અધિકારીઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” એરપોર્ટના
તમામ ઘટકો સંપૂર્ણપણે કાર્યરત છે. કિરકુક ઓપરેશન્સ કમાન્ડના સુરક્ષા દળોએ
તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને એરપોર્ટની આસપાસ કર્મચારીઓને તૈનાત કર્યા.” નિવેદન
અનુસાર, “તેમણે એ પણ
પુષ્ટિ આપી હતી કે, કોઈ ખતરો નથી અને આ ઘટનાથી સુનિશ્ચિત ફ્લાઇટ્સમાં કોઈ વિક્ષેપ
નહીં પડે.”
પહેલા, એક ઇરાકી સુરક્ષા સૂત્રએ જણાવ્યું હતું કે,” ઇરાકના કિરકુક
એરબેઝ અને એક નાગરિક ઘર પર બે રોકેટ પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ કે, ભૌતિક નુકસાન થયું નથી.”
નોંધનીય છે કે, આ એરપોર્ટ 16 ઓક્ટોબર 2022 ના રોજ નાગરિકો માટે સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં
આવ્યું હતું. 2003 થી યુએસ એરફોર્સ
દ્વારા તેનો ઉપયોગ લશ્કરી એરપોર્ટ તરીકે કરવામાં આવતો હતો. નવેમ્બર 2011 માં તેને ઇરાકી
સેનાને પાછું આપવામાં આવ્યું હતું.
મધ્ય પૂર્વ સંરક્ષણ નિષ્ણાતોના મતે, ઇરાક લાંબા સમયથી
ડ્રોન અને રોકેટ હુમલાઓનું યુદ્ધભૂમિ રહ્યું છે. એટલું જ નહીં, ઇરાક પ્રોક્સી
યુદ્ધો માટે ફળદ્રુપ જમીન પણ સાબિત થયું છે. દાયકાઓના વિનાશક સંઘર્ષ અને ઉથલપાથલ
પછી તેણે તાજેતરમાં જ સ્થિરતાનો દેખાવ મેળવ્યો છે.
ગયા અઠવાડિયે 12 દિવસના ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો અંત લાવનારા
યુદ્ધવિરામના કલાકો પહેલા,
બગદાદ અને દક્ષિણ
ઈરાકના બે લશ્કરી ઠેકાણાઓ પર અજાણ્યા ડ્રોન દ્વારા, રડાર સિસ્ટમ પર હુમલો કરવામાં
આવ્યો હતો. હુમલાના ગુનેગારોની હજુ સુધી ઓળખ થઈ નથી. ઈરાકી સરકારે કહ્યું કે,”
તેણે ડ્રોન હુમલાની તપાસ શરૂ કરી છે પરંતુ, હજુ સુધી કોઈ ગુનેગારોની ઓળખ થઈ નથી.”
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ