પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પિલાણા એસોસીએશન ના વર્ષ 2025 -26 ના પ્રમુખ તરીકેની જવાબદારી નિલેષભાઈ નાથાલાલ વાંદરીયા ને સોપવામા આવી છે. પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર મઢી ખાતે વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ દ્વારા નિલેષભાઈ વાંદરીયા ને હાર પહેરાવી આવતા વર્ષ ના શુભ કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી માછીમાર બોટ એસો.ના પ્રમુખની ચુંટણી બાદ હવે પીલાણા એસોના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya