નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.)
બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) દરમિયાન મોટી
સંખ્યામાં વિદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. આ માહિતી બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) દ્વારા
ડોર-ટુ-ડોર ચકાસણી દ્વારા પ્રકાશમાં આવી છે.
ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, “બિહારમાં મતદાર
યાદી અપડેટના આ ખાસ કાર્યક્રમ દરમિયાન, બૂથ લેવલ ઓફિસર્સને ડોર-ટુ-ડોર ચકાસણીમાં મોટી સંખ્યામાં
નેપાળ, બાંગ્લાદેશ અને
મ્યાનમારના નાગરિકો મળી આવ્યા છે.”
ચૂંટણી પંચના સૂત્રો કહે છે કે,” 1 ઓગસ્ટ પછી યોગ્ય તપાસ
પૂર્ણ થયા પછી, તેમના નામ ૩૦
સપ્ટેમ્બરે પ્રકાશિત થનારી અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં.”
બિહારમાં મતદાર યાદીના આ ખાસ ચકાસણી અભિયાનનો હેતુ આગામી
વિધાનસભા ચૂંટણી પહેલા, મતદાર યાદીને અપડેટ અને ભૂલમુક્ત બનાવવાનો છે. આ અંતર્ગત, બીએલઓડોર-ટુ-ડોર જઈને
મતદાર યાદીમાં નોંધાયેલા નામોની ચકાસણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલનો ઉદ્દેશ્ય લાયક મતદારોની નોંધણી
સુનિશ્ચિત કરવાનો અને યાદીમાંથી અયોગ્ય નામો દૂર કરવાનો છે. બિહારમાં આગામી
વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે, આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, શનિવાર સુધીમાં, દર ચારમાંથી ત્રણ
મતદારોએ તેમના ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ