પ્રધાનમંત્રી મોદીએ, રાજ્યસભાના નામાંકિત સભ્યોને, તેમની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને અભિનંદન આપ્યા
નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યસભામાં નામાંકિત ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમની સિદ્ધિઓ અને યોગદાનનો ઉલ્લેખ કરીને અભિનંદન આપ્યા. આ માહિતી પ્રધાનમંત્રીએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્ય
પ્રધાનમંત્રી મોદી


નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યસભામાં નામાંકિત ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમની સિદ્ધિઓ અને યોગદાનનો ઉલ્લેખ કરીને અભિનંદન આપ્યા. આ માહિતી પ્રધાનમંત્રીએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર શેર કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ન્યાયિક ક્ષેત્રમાં વકીલ ઉજ્જવલ નિકમનું સમર્પણ અનુકરણીય છે. તેમણે ઘણા મહત્વપૂર્ણ કેસોમાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને બંધારણના મૂલ્યોને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. તેમણે રાષ્ટ્રપતિએ તેમને રાજ્યસભામાં નામાંકિત કર્યા છે તે અંગે ખુશી વ્યક્ત કરી.

સી. સદાનંદન માસ્ટર વિશે, પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમનું જીવન અન્યાય સામે હિંમત અને સંઘર્ષનું પ્રતીક છે. તેમણે શિક્ષણ અને સામાજિક સેવાના ક્ષેત્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરી અને કહ્યું કે, તેઓ યુવા સશક્તિકરણ માટે અત્યંત સમર્પિત છે.

પ્રધાનમંત્રીએ, હર્ષવર્ધન શ્રૃંગલાને એક કુશળ રાજદ્વારી, વિચારશીલ બૌદ્ધિક અને વ્યૂહાત્મક વિચારક તરીકે વર્ણવ્યા. તેમણે કહ્યું કે, ભારતની વિદેશ નીતિને મજબૂત બનાવવામાં શ્રૃંગલાનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, ખાસ કરીને જી-20ના પ્રમુખપદ દરમિયાન, તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હતી.

ડૉ. મીનાક્ષી જૈનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમણે શિક્ષણ, સાહિત્ય, ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉજ્જવલ દેવરાવ નિકમ, સી. સદાનંદન માસ્ટર, હર્ષવર્ધન શ્રૃંગલા અને મીનાક્ષી જૈનને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે.

તેમાંથી, વકીલ ઉજ્જવલ નિકમ ખાસ કરીને 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા, દરમિયાન જીવતા પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને મૃત્યુદંડની સજા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. સી. સદાનંદન માસ્ટર કેરળના એક વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી અને સામાજિક કાર્યકર છે. હર્ષવર્ધન શ્રૃંગલા, ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande