ભુજ – કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) ગંભીરા પુલ તૂટ્યા બાદ રાજ્યભરમાં પુલની ચકાસણી અને બંધ કરવા સહિતના પગલાં ભરાઇ રહ્યાં છે ત્યારે કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા રાપર બાલાસરના પુલ માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને અંતરિયાળ ભાગોમાં વૈકલ્પિક રસ્તાઓની પૂરતી વ્યવસ્થા ન હોય ત્યારે જો કોઇ પુલના કારણે માર્ગો બંધ થઇ જાય તો ગ્રામીણ વિસ્તાર વિખૂટો પડી જઇ શકે.
ઇમરજન્સી સિવાયના વાહનો માટે વૈકલ્પિક માર્ગની સૂચના
રાપર - બાલસર રોડ પર ખારીનદી પરનો બ્રીજ જૂનો તથા નબળો હોવાથી બાલસર તરફ જતા ફક્ત મેડીકલ ઈમરજન્સી, પેસેન્જર કાર અને દ્વિ-ચક્રી વાહનો સિવાયનાં તમામ ભારે/અતિ ભારે વાહનો રાપર- કલ્યાણપર- સેલારી- ફતેહગઢ- મૌવાણા રોડ પરથી પસાર થવું. તેમ બાલાસર પીએસઆઈ વી.એ.ઝાએ જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA