શોએબ બશીર, એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025માંથી બહાર
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ઈંગ્લેન્ડના ઓફસ્પિનર શોએબ બશીરને આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે, ભારત સામે ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બશીર ટૂંક સમયમાં આ ઈજા માટે સર્જરી કરાવશે. ત્રીજી ટ
ઈંગ્લેન્ડના ઓફસ્પિનર શોએબ બશીર


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ઈંગ્લેન્ડના ઓફસ્પિનર શોએબ બશીરને આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે, ભારત સામે ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બશીર ટૂંક સમયમાં આ ઈજા માટે સર્જરી કરાવશે.

ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે બશીરને આ ઈજા થઈ હતી જ્યારે તેણે રવિન્દ્ર જાડેજાને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ભારતના પ્રથમ દાવની 78મી ઓવરમાં બની હતી. ઈજાગ્રસ્ત થયા બાદ, તે મેદાન છોડીને ગયો હતો અને બાકીની દાવમાં પાછો ફરી શક્યો ન હતો.

જોકે, તે ઈંગ્લેન્ડની બીજી દાવમાં બેટિંગ કરવા આવ્યો અને 9 બોલમાં 2 રન બનાવ્યા. ટેસ્ટના પાંચમા દિવસે બશીર મોટાભાગે મેદાનની બહાર રહ્યો, પરંતુ જ્યારે ભારતના નીચલા ક્રમના બેટ્સમેન ઈંગ્લેન્ડને પરેશાન કરી રહ્યા હતા, ત્યારે તેને બોલિંગ માટે બોલાવવામાં આવ્યો. આખરે બશીરે, મોહમ્મદ સિરાજની વિકેટ લઈને ઈંગ્લેન્ડને રોમાંચક જીત અપાવી.

આ શ્રેણીમાં, બશીરે ત્રણ ટેસ્ટમાં કુલ 10 વિકેટ લીધી હતી અને તેમની બોલિંગ સરેરાશ 54.1 હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં, બશીર ઈંગ્લેન્ડના અગ્રણી સ્પિનર તરીકે ઉભરી આવ્યા છે અને તેમણે સમરસેટના તેમના સાથી ખેલાડી જેક લીચને પાછળ છોડીને ટીમમાં સ્થાન મેળવ્યું છે.

હવે એ જોવું રસપ્રદ રહેશે કે, બશીરની ગેરહાજરીમાં જેક લીચ ટીમમાં પાછા ફરે છે કે નહીં. રેહાન અહમદ, લિયામ ડોસન અને ટોમ હાર્ટલી જેવા નામો પણ પસંદગીની રેસમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande