કચ્છમાં જુદા જુદા સ્થળે કરાઇ પુલોની ચકાસણી: નુકસાન ન થાય તેની તકેદારીનો આદેશ
ભુજ – કચ્છ, 15 જુલાઈ ( હિં.સ.) વડોદરાના ગંભીરા પુલની દુર્ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર જાગ્યા છે અને હવે કોઇ કમનસીબ આવી ઘટનાઓ ન થાય તેના માટે પુલના નિરિક્ષણ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં પણ નેશનલ હાઈવેની ગાઈડલાઈન મુજબના પેરામીટરને ધ્ય
કચ્છમાં પુલોની ચકાસણી કરાઇ


ભુજ – કચ્છ, 15 જુલાઈ ( હિં.સ.) વડોદરાના ગંભીરા પુલની દુર્ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર જાગ્યા છે અને હવે કોઇ કમનસીબ આવી ઘટનાઓ ન થાય તેના માટે પુલના નિરિક્ષણ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં પણ નેશનલ હાઈવેની ગાઈડલાઈન મુજબના પેરામીટરને ધ્યાને રાખીને ઝીણવટપૂર્વક વિવિધ બ્રીજ અને પુલની તપાસ કરવામાં આવી હતી. નુકસાન ન થાય તેની તકેદારીનો આદેશ ગાંધીનગરના હાજર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે.

જોખમ જણાય ત્યાં તાત્કાલિક કામગીરી

જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત, કોંક્રિટીંગ, બેરીકેટીંગ અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત, જોઈન્ટ વિઝિટ રીપોર્ટના આધારે જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રક્ચર બનાવવા, રિપેરીંગ કાર્ય કરવું તેમજ સતત ટેક્નિકલ મોનીટરીંગ વગેરે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી વિવિધ પગલાઓ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા છે.

નાગરિકો યાત્રા સુરક્ષિત, સુગમબને તેના ઉપર ભાર

આ મુલાકાત દરમિયાન નાગરિકો યાત્રા સુરક્ષિત, સુગમ તેમજ વિશ્વસનીય બની રહે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ઈન્સ્પેક્શન દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી મકાન(આલેખન) વર્તુળ, ગાંધીનગરના અધિકારીઓ અને નેશનલ હાઈવે ગાંધીધામ વિભાગના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande