નાગાલેન્ડ યુનિવર્સિટીના ડીન પર સીબીઆઈએ કાર્યવાહી કરી, ભ્રષ્ટાચારના આરોપોમાં કેસ દાખલ કર્યો
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). નાગાલેન્ડ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન સામે લાંચ અને અનિયમિતતાની ફરિયાદના આધારે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર ડૉ. ચિત્તરંજન દેબ સામે કેસ નોંધ્યો છે. તેઓ લુમની કેમ્પસમાં
સીબીઆઈ કાર્યવાહી


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). નાગાલેન્ડ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન સામે લાંચ અને અનિયમિતતાની ફરિયાદના આધારે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર ડૉ. ચિત્તરંજન દેબ સામે કેસ નોંધ્યો છે. તેઓ લુમની કેમ્પસમાં સાયન્સ ફેકલ્ટીના ડીન, શૈક્ષણિક અને વહીવટી ગુણવત્તા સુધારણા (આઈકયુએસી) ના ડિરેક્ટર અને વનસ્પતિશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

12 જુલાઈના રોજ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, ડૉ. દેબે વ્યક્તિગત નાણાકીય લાભ મેળવવાના ઈરાદાથી વૈજ્ઞાનિક સાધનો અને ઉપભોગ્ય વસ્તુઓની ખરીદીમાં અનિયમિતતા કરી હતી. તેમના પર સપ્લાય ઓર્ડરમાં કેટલીક કંપનીઓ અને બોલી લગાવનારાઓને અન્યાયી રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ છે, જેના બદલામાં તેમણે લાંચ લીધી અને યુનિવર્સિટીને નુકસાન પહોંચાડ્યું.

આ કેસમાં સીબીઆઈ એ, જોરહાટ (આસામ), લુમની (નાગાલેન્ડ) અને અગરતલા (ત્રિપુરા) સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન 12 જુલાઈ અને ત્યારપછીની તારીખે હાથ ધરવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, સીબીઆઈને લાંચ વ્યવહારો અને ટેન્ડર સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો સંબંધિત વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.

સીબીઆઈનું કહેવું છે કે, આ કેસ પૂર્વ-આયોજિત ભ્રષ્ટ યોજનાનો ભાગ હોય તેવું લાગે છે, જેમાં આરોપીએ વ્યક્તિગત લાભ મેળવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. હાલમાં તપાસ ચાલી રહી છે અને એજન્સી તમામ દસ્તાવેજો અને પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande