છત્તીસગઢ ના દુર્ગમાં હોટેલ કારોબારી વિજય અગ્રવાલના બંગલા પર ઈડી નો દરોડો
રાયપુર, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમે, મંગળવારે સવારે દુર્ગ જિલ્લાના દીપક નગરમાં સ્થિત મોટા ઉદ્યોગપતિ, હોટેલિયર અને સાગર હોટેલના માલિક વિજય અગ્રવાલના બંગલા અને ઓફિસ પર દરોડા પાડ્યા. વિજય અગ્રવાલ દુર્ગ-ભિલાઈ ક્ષ
ઈડી નો દરોડો


રાયપુર, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમે, મંગળવારે સવારે દુર્ગ જિલ્લાના દીપક નગરમાં સ્થિત મોટા ઉદ્યોગપતિ, હોટેલિયર અને સાગર હોટેલના માલિક વિજય અગ્રવાલના બંગલા અને ઓફિસ પર દરોડા પાડ્યા. વિજય અગ્રવાલ દુર્ગ-ભિલાઈ ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે. સુરક્ષા માટે ઈડી ટીમ સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના કર્મચારીઓ તૈનાત છે. ઈડી ટીમ સવારે 6 વાગ્યે 3 વાહનોમાં અહીં પહોંચી હતી, જેમાં સીઆરપીએફ ના કર્મચારીઓ પણ હતા. સાગર ગ્રુપ પાસે અલગ અલગ નામથી ઘણી કંપનીઓ છે. આ જૂથના પરિવાર સાથે સંકળાયેલા લોકોએ છત્તીસગઢમાં પાછલી સરકારમાં મધ્યાહન ભોજનનું મોટું કામ લીધું હતું. આ પરિવાર પાસે રાયપુરમાં એક મોટી હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ પણ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ નીર કૌભાંડમાં આ પરિવારના સભ્યો પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. વિજય અગ્રવાલ પાસે ત્રણ અલગ અલગ નામથી કંપનીઓ છે. ત્રણ ભાઈઓનો આ પરિવાર હવે વિભાજિત થઈ ગયો છે. ઈડી એ ત્રણેય ભાઈઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આ પરિવાર રાયપુરમાં એક મોટી હોટેલ કોર્ટયાર્ડ મેરિયટનો પણ માલિક છે.

ઈડી ની આ કાર્યવાહીનું સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દરોડા નાણાકીય અનિયમિતતાઓ અને શંકાસ્પદ વ્યવહારો સાથે સંબંધિત હોઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande