નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) યમનમાં હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા
પામેલી કેરળની નિમિષા પ્રિયાની ફાંસી, મુલતવી રાખવામાં આવી છે. તેણીને ગઈકાલે એટલે
કે 16 જુલાઈએ ફાંસી
આપવાની હતી.
વિદેશ મંત્રાલયના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમના મતે, ભારત સરકાર
શરૂઆતથી જ આ જટિલ કેસમાં, સક્રિય રીતે સામેલ છે અને નિમિષા પ્રિયાના પરિવારને
વ્યાપક સહાય પૂરી પાડી રહી છે. તાજેતરના અઠવાડિયામાં, ભારતીય અધિકારીઓએ
પરિવારને વિરોધી પક્ષ સાથે પરસ્પર સ્વીકાર્ય ઉકેલ સુધી પહોંચવા માટે વધારાનો સમય
આપવા માટે વાટાઘાટો કરવાના પ્રયાસો તીવ્ર બનાવ્યા છે.
સૂત્રો કહે છે કે, પરિસ્થિતિ નાજુક હોવા છતાં, ભારતીય
રાજદ્વારીઓએ સ્થાનિક જેલ અધિકારીઓ અને ફરિયાદીની કચેરી સાથે નિયમિત સંપર્ક જાળવી
રાખ્યો છે. આણે ફાંસી મુલતવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા બદલ નિમિષા પ્રિયાને 2017 માં ત્યાં
મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તે 2008 માં નર્સ તરીકે કામ કરવા માટે યમન આવી હતી અને બાદમાં 2015 માં પોતાનું
ક્લિનિક ખોલ્યું. તેણીએ મહદી સાથે સહયોગ કર્યો, કારણ કે યમનના કાયદામાં સ્થાનિક ભાગીદારની જરૂર હોય છે, પરંતુ તેમના
સંબંધો બગડ્યા.
પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે,” મહદીએ તેનું દુર્વ્યવહાર
કર્યો, તેનો પાસપોર્ટ
જપ્ત કર્યો અને તેનો પતિ હોવાનો દાવો કર્યો. માહિતી અનુસાર, 2017 માં તેણીએ
મહદીને તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે, એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ ઓવરડોઝને
કારણે તેનું મૃત્યુ થયું. 2018 માં તેણીને આ
માટે દોષિત ઠેરવવામાં આવી હતી, 2020 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને 2023 માં યમનની
સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે, તેની સજાને સમર્થન આપ્યું હતું.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ