મુખ્યમંત્રીની કડક સૂચનાથી, જૂનાગઢ જિલ્લામાં રસ્તા મરામતની કામગીરી થતી પૂરજોશમાં કામગીરી
જૂનાગઢ 15 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ પટેલની કડક સુચનાથી જુનાગઢ જિલ્લામાં વરસાદની અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત જૂનાગઢ દ્વારા તેના કાર્યક્ષેત્ર મા
મુખ્યમંત્રીની કડક સૂચનાથી, જૂનાગઢ જિલ્લામાં રસ્તા મરામતની કામગીરી થતી પૂરજોશમાં કામગીરી


જૂનાગઢ 15 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ પટેલની કડક સુચનાથી જુનાગઢ જિલ્લામાં વરસાદની અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બન્યું છે.

માર્ગ અને મકાન વિભાગ પંચાયત જૂનાગઢ દ્વારા તેના કાર્યક્ષેત્ર માં આવતા દરેક માર્ગો પર ભારે વરસાદને કારણે થયેલ નુકશાનીને ધ્યાને લઇને બ્રીજ ઇન્સ્પેકશનની સાથે સાથે રસ્તાઓ પર ઇન્સ્પેકશન કરીને વાહન વ્યવહાર યોગ્ય કરવા માટે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક ગુણવત્તાસભર મરામત કરવામાં આવ્યુ છે. જે અન્વયે તાંત્રિક અધિકારીની ટીમ દ્વારા ૩૨-રસ્તા પર તાત્કાલિક ધોરણે પેચ વર્ક થી મરામત કરી, રસ્તાઓ વાહન વ્યવહાર માટે યોગ્ય કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વરા રૂટીન બ્રીજ ઇન્સ્પેકશનની કામગીરી ને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર અભિષેક ગોહિલના માર્ગદર્શનમાં જૂનાગઢ જીલ્લાના નવ તાલુકામાં આવેલા ૪-મેજર બ્રીજ અને ૨૧૨-માઇનોર બ્રીજના ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે પૈકી ૪-બ્રીજ જર્જરીત જણાતા તેને બંધ કરવા માટે જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે. તે પૈકી ૨-બ્રીજ સંપૂર્ણ બંધ તથા અન્ય ૨-બ્રીજ પર ભારે વાહન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય અન્ય બ્રિજ જ્યાં મરામતની જરૂરીયાત જણાયેલ છે ત્યાં મરામતની કામગીરી પ્રગતિમાં છે. જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.

જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના બરવાળા સીમાસી રોડ પર આવેલ બ્રીજ, જે ૫૦ વર્ષ જુનો હોવાથી ઇન્સ્પેકશન દરમ્યાન બ્રીજના સ્લેબ માં કોન્ક્રીટ અને સ્ટીલના ખવાણ જોવા મળતા, તાત્કાલિક ધોરણે જર્જરીત બ્રીજને ડીસમેન્ટલ કરી, એચ.પી.પાઈપ નાખી, બ્રીજ પર મેટલ વર્ક કરી, બ્રિજની મજબૂતાઈ કરી, બ્રિજને ફરીથી વાહન વ્યવહાર માટે કાર્યરત કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande