જૂનાગઢ, 15 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ – ધંધુસર- રવની- છત્રાસા ના રસ્તા પર વચ્ચે આવેલ ઉબેણ બ્રિજ પર હાલ બ્રિજની મરામત કરાવીને હળવા વાહનોની અવરજવર માટે ટ્રાફિકેબલ બનાવવામાં આવેલ છે. તથા નવા બ્રિજના બાંધકામ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલ છે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર માટે રસ્તો બંધ કરવા જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે. બી. પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં મુજબ જૂનાગઢ ધંધુસર- રવની -છત્રાસા ના રસ્તા પર આવતા ઉબેણ બ્રિજ પર તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. ઉકત રસ્તો બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે જૂનાગઢ - મજેવડી – આંબલીયા - ધંધુસર રોડ અને જૂનાગઢ – વંથલી - બાલોટ - ધંધુસર રોડ નો ઉપયોગ કરી શકાશે.
આ જાહેરનામાનો અમલ તાત્કાલિક અસરથી તારીખ ૮/૯/૨૦૨૫ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ