રાજુલા સબ ડીવીઝન મેજી.સા. તથા અમરેલી પોલીસ અધિક્ષકો દ્વારા, મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક ઇસમને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરતી મરીન પીપાવાવ પોલીસ.
અમરેલી, 15 જુલાઈ (હિ.સ.)રાજુલા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ તથા અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનની ટીમે તેમના વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલા અને સ્થાનિક શાંતિ અને કાયદો વ્યવસ્થાને ખોરવતા એક અસામાજિક તત્વ
રાજુલા સબ ડીવીઝન મેજી.સા.શ્રી તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રીનાઓ દ્વારા મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજીક ઇસમને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરતી મરીન પીપાવાવ પોલીસ.


અમરેલી, 15 જુલાઈ (હિ.સ.)રાજુલા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ તથા અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનની ટીમે તેમના વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલા અને સ્થાનિક શાંતિ અને કાયદો વ્યવસ્થાને ખોરવતા એક અસામાજિક તત્વ વિરુદ્ધ કડક પગલાં લઈને તેને ત્રણ જિલ્લામાંથી તડીપાર કર્યા છે.

મિલતી માહિતી અનુસાર, આ ઇસમના વિરુદ્ધ અગાઉથી પણ અનેક વખત ગુનાઓ નોંધાયેલા છે અને છેલ્લા ઘણા સમયથી પીપાવાવ તથા આસપાસના વિસ્તારોમાં તેના દબદબાના કારણે સ્થાનિક નાગરિકો ડરી અને વિખેળા હતા. પોલીસ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખીને તેમજ વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા ઇસમોની પુછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજુલા સબ ડીવીઝનલ મેજી.સા. દ્વારા તાત્કાલિક અસરથી ત્રણ જિલ્લાઓ - અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાંથી તડીપારનો હુકમ ફટકારવામાં આવ્યો છે. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનની ટીમે તડીપાર હુકમ અમલમાં મુકીને આરોપીને જિલ્લા હદ બહાર છોડી મૂક્યો છે.

આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકો રાહતનો શ્વાસ લીધો છે તથા મરીન પીપાવાવ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. પોલીસ તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande