ભુજ – કચ્છ, 15 જુલાઇ (હિં.સ.) : રાપર નગરપાલિકાના કરાર આધારિત ચીફ ઓફિસરની મુદત પૂર્ણ થતાં તેમની જગ્યાએ નવા ચીફ ઓફિસર તરીકે અંજાર પાણી પુરવઠા બોર્ડમાંથી એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા તરુણદાન ગઢવીની કરાર આધારિત નિમણૂંક કરાયા બાદ તેમણે કારભાર સંભાળી લીધો છે. નવા મુખ્ય અધિકારીને આવકારવા માટે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ ભીંડે, માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા પ્રદિપસિંહ સોઢા, ઉપપ્રમુખ બબીબેન સોલંકી નગરપાલિકા ના કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા ચીફ એકાઉન્ટ મહેશ ભાઈ સુથાર વિગેરે એ આવકાર આપ્યો હતો.
મૂળ લોદ્રાણીના હોવાના લીધે શહેરથી વાકેફ
ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ જણાવ્યું હતું કે, રાપર શહેરમાં સફાઈ, પાણી, રસ્તા, ગટર, રખડતા ઢોરો તથા વિકાસના કામો ઉપર પ્રાધ્યન રહેશે. રાપર શહેરને સુંદર, રળિયામણુ બનાવવા માટે કટિબદ્ધ રહેશે. ચીફ ઓફિસર મૂળ રાપર તાલુકાના લોદ્રાણી ગામના વતની છે એટલે સ્થાનિક પ્રશ્ર્નોથી વાકેફ કહી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA