અબડાસાના અંતરિયાળ રસ્તાઓનું ખાતમુહૂર્ત: ગ્રામીણ લોકોને થશે રાહત
ભુજ – કચ્છ, 15 જુલાઈ(હિ.સ.) અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કચ્છના અંતરિયાળ ભાગોમાં રસ્તાઓની સુધારણા અને નવીનીકરણ આવશ્યક બન્યા છે અને તેના લીધે સરહદી ગામો સુધી પહોંચવામાં સરળતા ઉભી થઇ શકે છે. ગર
ગરડા પંથકમાં રસ્તાઓનું ભૂમિપૂજન કરતા ધારાસભ્ય અને આગેવાનો


ભુજ – કચ્છ, 15 જુલાઈ(હિ.સ.) અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારમાં વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કચ્છના અંતરિયાળ ભાગોમાં રસ્તાઓની સુધારણા અને નવીનીકરણ આવશ્યક બન્યા છે અને તેના લીધે સરહદી ગામો સુધી પહોંચવામાં સરળતા ઉભી થઇ શકે છે.

ગરડા પંથકની સૌથી જૂની માગણી સંતોષાઇ

સોમવારે વાયોરથી ફુલાય રોડનું રૂા. 297.87 લાખ અને કોષા-કેરવાંઢ રોડનું રૂા. 141.19 લાખના ખર્ચે આજે અબડાસા, નખત્રાણા, લખપત તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ રોડનાં કામોથી અબડાસા તાલુકાના ગરડા પંથકની સૌથી જૂની માગણી પરિપૂર્ણ થતાં વાયોર, પધરવાડી, ઉકીર, વાગોઠ, ફુલાય, વાગાપદ્ધર, ભોઆ, સારંગવાડા, ચરોપડી મોટી નાની, નવાવાસ, વાલાવારી વાંઢ, ભગોડીવાંઢ, રોહારો, હોથિયાય, ગોલાય વિસ્તારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

વાદ-વિવાદ નહીં માત્ર વિકાસ

વાયોરથી ફુલાય રોડના ખાતુમુહૂર્ત પ્રસંગે મુખ્યઅતિથિ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, `ભાજપનો એકજ મંત્ર વાદ-વિવાદ નહીં માત્ર વિકાસ.' ધારાસભ્યએ જણાવ્યું હતું કે, બાકીના કામો છે તે સમય અવધિ અનુસાર ત્વરિત ચાલુ કરવામાં આવશે, અબડાસા તાલુકો વિસ્તારમાં મોટો છે જેમાં 460 ગામ આવે છે, તમામ ગામને ન્યાય મળશે અને જે કામો બાકી છે તે એક પછી એક સમય અવધિ અનુસાર થતાં રહેશે. તેમણે જણાવ્યું હતું કે, જે ગામોમાં વિકાસનાં કામો ચાલુ હોય તેના પર દેખરેખ રાખવાની જવાબદારી જે-તે ગ્રામજનો હોય છે કોઈ પણ કામમાં કચાશ ન રહેવી જોઈએ.

સ્થાનિક ગ્રામજનોને કાર્યક્રમમાં સામેલ કરાયા

આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયત ચેરમેન ગોપાલ ગઢવી, ગરડા પંથક મુસ્લિમ સમાજના આગેવાન સૈયદ કાદરછા બાવા, બરંદાના છાડનાભાઈ, માજી જિલ્લા પંચાયત સદસ્ય તેમજ પીઢ રાજકીય આગેવાન અનુભા જાડેજા, અકરી મોટી વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાતાસિંહ જાડેજા, તેમજ વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, તમામ ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, શાત્રોક્તવિધિ કલ્પેશભાઈ જોષી (ઉકીરવાળા)એ કરાવી હતી. સંચાલન ગોપાલભાઈ ગઢવીએ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande