રાજકોટ 15 જુલાઈ (હિ.સ.) : આમ આદમી પાર્ટી રાજકોટ 71 વિધાનસભા ક્ષેત્રમાં સંગઠન મજબૂત બનાવવાના હેતુસર સરધાર જીલ્લા પંચાયત ખાતે મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ તેજસભાઇ ગાજીપરા અને 71 વિધાનસભા પ્રભારી કૌશિકભાઇ મકવાણા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ગામના અગ્રણીઓ, કાર્યકરો અને સ્થાનિક સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મિટિંગ દરમ્યાન પ્રદેશ સ્તરે મળતી જવાબદારીઓ સાથે સાથે ગામસ્તરે સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યકરોને પાર્ટીના નીતિ-નિયમો, વિકાસકાર્ય અને જનહિતના મુદ્દાઓને ગ્રામજનો સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહન અપાયું હતું.
સ્થાનિક સમસ્યાઓ અને પ્રજાજનના પ્રશ્નો પણ સભા દરમ્યાન ચર્ચાયા હતા.તેજસભાઇ ગાજીપરા અને કૌશિકભાઇ મકવાણાએ કાર્યકરોને એકજ ધ્યેય સાથે સંગઠન વિસ્તારવા અને લોકોને પાર્ટી સાથે જોડવા માટે માર્ગદર્શન પૂરું પાડી આગામી દિવસોમાં બૂથ સ્તરે મજબૂત બને તેવા સંકલ્પ વ્યક્ત કર્યા હતા. અંતે સૌ કાર્યકરોએ એકજ અવાજે પાર્ટીના વિકાસ કાર્યને ગામ-ગામ પહોંચાડવાનો પ્રતિજ્ઞા સાથે મિટિંગ પૂર્ણ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek