પાટણ જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે ₹110.28 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે
પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપવા માટે ₹110.28 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આવેલા ચામુંડા માતાજી મંદિર ખાતે યોજાશે, જેમાં મોટી
પાટણ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹110.28 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે


પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપવા માટે ₹110.28 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આવેલા ચામુંડા માતાજી મંદિર ખાતે યોજાશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ હાજરી આપશે.

આ પ્રકલ્પોમાં પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, શહેરી વિકાસ અને માર્ગ-મકાન વિભાગના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. આ કામોથી સ્થાનિક નાગરિકોને આધુનિક સુવિધાઓ મળશે અને સમગ્ર જિલ્લાનું સર્વાંગી વિકાસ થશે.

આ મહત્ત્વના કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. તેમના વિભાગોમાં લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર ઉદ્યોગ, ખાદી-ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande