ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.)
શાંતિકુંજ હરિદ્વારથી પધારેલી જ્યોતિ કળશ રથયાત્રાનું સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામોમાં ભાવપૂર્ણ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુત્રાપાડા તાલુકાના પ્રાચી_ ઘંટીયા ગામે રથયાત્રાનું ઢોલ-શરણાઈના ગુંજતા નાદ વચ્ચે, અક્ષત પુષ્પો દ્વારા અને ભક્તિભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના મોટી સંખ્યામાં ભક્તો, મહિલાઓ, વૃદ્ધો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાના અવસરે આરતી, પૂજન, ધર્મપ્રવચન અને આશીર્વાદ જેવા પવિત્ર કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં લોકોની શ્રદ્ધા અને ઉત્સાહ જોવાઈ આવતો હતો.
આ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે પણ રથયાત્રામાં વધીને ભાગ લીધો હતો તથા શ્રદ્ધાભક્તિથી આરતી અને પ્રવચનમાં જોડાઈ આ જ્યોતિ કળશ યાત્રાને દિવ્ય અને સૌમ્ય ભવ્યતા આપી હતી.
કુંભારિયા અને આલીધ્રા ગામોમાં પણ ઉત્સાહભેર સ્વાગત:
આ સાથે કુંભારિયા અને આલીધ્રા ગામોમાં પણ રથયાત્રાનું ઉમંગભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામજનોએ ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી યાત્રાને યથાયોગ્ય માન આપ્યો હતો.
જ્યોતિ કળશ રથયાત્રા સમગ્ર સુત્રાપાડા તાલુકામાં શાંતિ, શ્રદ્ધા અને સમાજસેવાની ભાવનાને પ્રેરણા આપતી બની છે. શાંતિકુંજથી પધારેલી આ યાત્રા ગ્રામ્ય જનતામાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાની દિશામાં એક સફળ અભિયાન સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ