ડિબ્રુગઢ (આસામ), નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્માએ, રાજ્ય માટે ઉર્જા સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ તરફ એક મોટી સિદ્ધિની જાહેરાત કરી છે.
ઓઇલ ઇન્ડિયા લિમિટેડે નામરૂપના બોરહાટ-1 કૂવામાં હાઇડ્રોકાર્બનની ઉપલબ્ધતા શોધી કાઢી છે. આસામ સરકારનો આ કૂવામાં નોંધપાત્ર હિસ્સો છે, જે આ શોધને વધુ ઐતિહાસિક બનાવે છે.
મુખ્યમંત્રી શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, આ સિદ્ધિ સાથે, આસામ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેની સરકાર સીધી તેલ ઉત્પાદક બની છે. આ શોધ રાજ્યના તેલ સંશોધન પ્રયાસોને સફળ બનાવે છે, પરંતુ આસામને આવક અને રોયલ્ટી સાથે પણ સશક્ત બનાવે છે.
ઉપરાંત, તે દેશ માટે ઊર્જાનો ટકાઉ પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદરૂપ સાબિત થશે. મુખ્યમંત્રીએ આ ક્ષણને આસામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ