જુનાગઢ કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ જુનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવેના ૬ પુલની સ્થળ મુલાકાત લીધી
જૂનાગઢ 16 જુલાઈ (હિ.સ.) જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ સવારે માંગરોળ નજીક પુલની મુલાકાત લીધા બાદ સાંજે જુનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના ૬ પૂલની સ્થળ મુલાકાત લીધી હતી. વંથલી નજીક વાડલા ફાટક થી સરગવાડા સુધી આવતા છ પુલ નું જોઈન્ટ ઇન્
માંગરોળ નજીક પુલની મુલાકાત લીધા બાદ


જૂનાગઢ 16 જુલાઈ (હિ.સ.) જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાએ સવારે માંગરોળ નજીક પુલની મુલાકાત લીધા બાદ સાંજે જુનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના ૬ પૂલની સ્થળ મુલાકાત લીધી હતી.

વંથલી નજીક વાડલા ફાટક થી સરગવાડા સુધી આવતા છ પુલ નું જોઈન્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

કલેક્ટર શ્રી એ જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓને સાથે રાખીને સ્થળ મુલાકાત કરવામાં આવી છે. કુલ છ પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓને તાત્કાલિક સ્ટ્રેંથ મજબૂતાઈ નો રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે. ટેકનિકલી અભ્યાસ કરીને રિપોર્ટ આવ્યે તેમાં મરામતની જરૂર જણાશે તો એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ હાઈવેની દરખાસ્ત મુજબ કામગીરી માટે વૈકલ્પિક રસ્તાનું આયોજન કરી જરૂરી જાહેરનામુ ઇસ્યૂ કરવામાં આવશે.

આ મુલાકાત વેળાએ નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એસ ડી એમ અને અન્ય અધિકારીઓ જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુચનાથી સમગ્ર રાજ્ય વ્યાપી કામગીરીના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ પુલોની મજબૂતાઈ અંગેનું નિરીક્ષણ લોકોની સલામતી માટે યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે અને ત્વરિત પગલા લેવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande