જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની આગામી બેઠક તારીખ ૧૯-૦૭-૨૦૨૫ ના યોજાશે
જુનાગઢ 16 જુલાઈ (હિ.સ.) જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકો દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવતી હોય છે. આ પૂર્વે ૮૭- વિસાવદર વિધાનસભા માટે વિભાગની પેટા ચૂંટણી- ૨૦૨૫ અન્વયે સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, ગાંધીનગરના પરિપત્ર અનુસાર અને ગ્રામ પં
જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિની આગામી બેઠક તારીખ ૧૯-૦૭-૨૦૨૫ ના યોજાશે


જુનાગઢ 16 જુલાઈ (હિ.સ.) જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકો દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવતી હોય છે. આ પૂર્વે ૮૭- વિસાવદર વિધાનસભા માટે વિભાગની પેટા ચૂંટણી- ૨૦૨૫ અન્વયે સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, ગાંધીનગરના પરિપત્ર અનુસાર અને ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ- ૨૦૨૫ અન્વયે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના પરિપત્ર અનુસાર આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું.

તેથી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માહે જૂન- ૨૦૨૫ ની બેઠકો મુલતવી રાખવામાં આવી હતી. હાલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં આદર્શ આચાર સંહિતા પણ આ સાથે સાથે પૂર્ણ થઈ ચૂકી છે. તેથી આગામી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માહે જૂલાઈ- ૨૦૨૫ ની બેઠક રાબેતા મુજબ આગામી તારીખ ૧૯-૦૭-૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેકટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે યોજાશે. જેની સંબંધિત તમામે નોંધ લેવી. તેમ નિવાસી અધિક કલેકટર, જૂનાગઢ જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande