ચંદીગઢ/દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.) : શ્રીરોમણી ગુરદ્વારા પ્રબંધક કમેટી (એસજીપીસી) દ્વારા ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના અવસરે ભારતીય શ્રદ્ધાળુઓને પાકિસ્તાન મોકલવામાં આવશે. આ માટે ગુરુવારે શ્રદ્ધાળુઓ પાસેથી અરજી મંગાવામા આવી છે.
એસજીપીસીના સચિવ પ્રતિપ સિંહના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓનું જથ્થું નવેમ્બરમાં પાકિસ્તાનના નનકાણા સાહિબ મોકલવામાં આવશે, જેના માટેની પ્રક્રિયા હાલ શરૂ થઈ ચૂકી છે. પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ધાર્મિક યાત્રા માટે જવા ઇચ્છુક શ્રદ્ધાળુઓ 4 ઓગસ્ટ સુધીમાં એસજીપીસીના કાર્યાલયમાં પોતાનું પાસપોર્ટ જમા કરાવી શકે છે. પાસપોર્ટ મળ્યા બાદ ભારત સરકાર મારફતે શ્રદ્ધાળુઓના વિઝા માટે અરજી કરવામાં આવશે. ત્યારબાદ જેમને ચકાસણીના આધારે વિઝા મંજૂર થશે તેઓ પાકિસ્તાનના ધાર્મિક સ્થળોની યાત્રા માટે જઈ શકશે. તેમણે જણાવ્યું કે શ્રદ્ધાળુઓએ પોતાનું પાસપોર્ટ જમા કરાવતી વખતે મતદાતા ઓળખપત્ર, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ