પાટણમાં 18 જુલાઈએ પાણી પુરવઠો બંધ, નગરપાલિકાનું મેન્ટેનન્સ કામ થશે
પાટણ, 17 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા શુક્રવાર, તારીખ 18 જુલાઈ 2025ના રોજ મહત્વપૂર્ણ મેન્ટેનન્સ કાર્ય હાથ ધરવામાં આવશે. બહુચર પમ્પિંગ સ્ટેશનથી માખરીયાપુરા એસ.ટી.પી. પ્લાન્ટ સુધીની રાઈઝિંગ લાઇનની મરામત કરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમ
પાટણમાં 18 જુલાઈએ પાણી પુરવઠો બંધ, નગરપાલિકાનું મેન્ટેનન્સ કામ


પાટણ, 17 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા શુક્રવાર, તારીખ 18 જુલાઈ 2025ના રોજ મહત્વપૂર્ણ મેન્ટેનન્સ કાર્ય હાથ ધરવામાં આવશે. બહુચર પમ્પિંગ સ્ટેશનથી માખરીયાપુરા એસ.ટી.પી. પ્લાન્ટ સુધીની રાઈઝિંગ લાઇનની મરામત કરવામાં આવશે.

નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે, આ કામગીરીને પગલે શહેરમાં સવાર અને સાંજના સમયે પાણી પુરવઠો ખોરવાશે. જો મરામતનું કામ બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે તો પાણી વિતરણ નિયમિત રીતે સાંજથી શરૂ થઈ શકે છે.

નાગરિકોને આ તાત્કાલિક મરામત કાર્યમાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. તેમજ અગાઉ પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે જેથી જરૂરીયાત સમયે અછત ન થાય.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande