પાટણમાં યશ ધામ ફ્લેટમાંથી તીન પત્તી જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા
પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પાટણ એલસીબી પોલીસે યશ ધામ ફ્લેટના બ્લોક એ-11માં દરોડો પાડી તીન પત્તી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે કરવામાં આવી હતી. પોલીસે નિલેશભાઈ ત્રિવેદી, ર
પાટણમા યશ ધામ ફ્લેટમાંથી તીન પત્તી જુગાર રમતા 6 ઝડપાયા


પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પાટણ એલસીબી પોલીસે યશ ધામ ફ્લેટના બ્લોક એ-11માં દરોડો પાડી તીન પત્તી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા હતા. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે કરવામાં આવી હતી.

પોલીસે નિલેશભાઈ ત્રિવેદી, રાજેશભાઈ દવે, કિરણભાઈ દવે, કરણકુમાર દરજી, હર્ષ રાજગોર અને અમિત દરજીને સ્થળ પરથી ઝડપી લીધા હતા. આરોપીઓના પાસેથી રોકડ રૂપિયા 20,300, ચાર મોબાઈલ ફોન (મુલ્ય રૂ. 17,000), ત્રણ મોટરસાઈકલ (મુલ્ય રૂ. 30,000) અને 52 ગંજીપાના પત્તા મળી કુલ રૂ. 67,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પકડી પાડવામાં આવેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande