જિલ્લા પંચાયત ખાતે વિદ્યાસહાયકોને નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા
અમરેલી 18 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના મુખ્ય મથક ખાતે જિલ્લા પંચાયત સંચાલિત કાર્યક્રમમાં નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણુક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મોરબીના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ બોર
જિલ્લા પંચાયત ખાતે વિદ્યાસહાયકોને નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા


અમરેલી 18 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના મુખ્ય મથક ખાતે જિલ્લા પંચાયત સંચાલિત કાર્યક્રમમાં નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણુક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મોરબીના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ બોર્ડના સભ્ય તેમજ ભાજપના નેતા એવી તેવી શ્રી જેવી કાકડિયા મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પંચાયત અધિકારીઓ અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવિષ્યના શિક્ષણયોધ્ધાઓને નિમણુક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. જે વી કાકડિયાએ પોતાના ઉદબોધનમાં તમામ નવા વિદ્યાસહાયકોને અભિનંદન પાઠવતાં કહ્યું કે શિક્ષક એક ઈમારતનો ધિરાટો હોય છે અને સમાજ ઘડવા માટે શિક્ષકનું યોગદાન અત્યંત મહત્વનું હોય છે. તેમણે નવનિયુક્ત શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર ઊભા કરવા માટે પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારી તેમજ અન્ય અધિકારીઓએ પણ તેમના અભિવાદન રજૂ કર્યા હતાં. તમામ અધિકારીઓ અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે નવી ભરતી થયેલા શિક્ષકોને સેવા તેમજ જવાબદારી સાથે કારકિર્દી ઘડવાની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષકોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંતે ભારપૂર્વક શુભકામનાઓ સાથે કાર્યક્રમનો સમાપન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande