પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લામાં વાહનોમાંથી સ્પેરપાર્ટસ અને બેટરીની ચોરીના બનવો સામે આવી રહ્યા છે ત્યારે રાણાવાવ શહેરના સ્ટેશન રોડ પરથી પાંચ જેટલા ટ્રકમાંથી એકસની ચોરીની ઘટના સામે આવી છે.
રાણાવાવ શહેરના નાથાભાઈ રાજશીભાઇ ઓડેદરાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવી છે તેમની માલિકી સહિત પાંચ જેટલા ટ્રક સ્ટેશન રોડ પર પાર્ક કરેલા હતા તેમાંથી મહેશ ચંદુભાઈ ભાટી અને આનંદ નારણભાઈ પઢીયાર નામના બે શખ્સોએ રૂ. 6000ની કિંમતની છ એકસલ મળી કુલ રૂ.36000ની કિંમતના મુદામાલની ચોરી કરી ગયા હતા આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya