પાટણ જિલ્લામાં, જન સુરક્ષા યોજનાઓ અંતર્ગત ઝુંબેશ શરૂ
પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં 1 મે થી 30 સપ્ટેમ્બર સુધી ગ્રામ પંચાયત સ્તરે જન સુરક્ષા યોજનાઓ માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સમી APMCમાં આયોજિત કેમ્પમાં અગ્રણી જિલ્લા મેનેજર કુલદીપસિંહ એ. ગેહલોતે ગ્રામજનોને વિવિધ બીમા યોજનાઓ અંગે માહિત
પાટણ જિલ્લામાં જન સુરક્ષા યોજનાઓ અંતર્ગત ઝુંબેશ શરૂ


પાટણ જિલ્લામાં જન સુરક્ષા યોજનાઓ અંતર્ગત ઝુંબેશ શરૂ


પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં 1 મે થી 30 સપ્ટેમ્બર સુધી ગ્રામ પંચાયત સ્તરે જન સુરક્ષા યોજનાઓ માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સમી APMCમાં આયોજિત કેમ્પમાં અગ્રણી જિલ્લા મેનેજર કુલદીપસિંહ એ. ગેહલોતે ગ્રામજનોને વિવિધ બીમા યોજનાઓ અંગે માહિતી આપી હતી.

કેમ્પમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY) જેવી જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી. PMJJBY હેઠળ 18 થી 50 વર્ષના નાગરિકોને ₹436ના વાર્ષિક પ્રીમિયમમાં ₹2 લાખનો જીવન વીમો મળે છે, જ્યારે PMSBY હેઠળ 18 થી 70 વર્ષના નાગરિકોને માત્ર ₹20ના વાર્ષિક પ્રીમિયમમાં ₹2 લાખનો અકસ્માત વીમો મળે છે. એટલાં જ નહિ, APY યોજના 18 થી 40 વર્ષ માટેની પેન્શન યોજના છે.

ડિજિટલ ફ્રોડ અને સાયબર સુરક્ષા અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. લોકોને OTP, પિન અને પાસવર્ડ ગુપ્ત રાખવા સૂચવાયું હતું. કાર્યક્રમમાં વિવિધ બેંકોના અધિકારીઓ સહિત સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્યમાં દરેક ગ્રામ પંચાયતમાં આવાં કેમ્પ યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande