ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) કોઈપણ રાષ્ટ્રનો વિકાસ તેના નાગરિકો કેટલા શિક્ષિત- દીક્ષિત છે તેના પર નિર્ભર છે. જેટલાં બાળકો સારું શિક્ષણ મેળવશે, તેઓ ચોક્કસ ભાવી ભારતના શ્રેષ્ઠ નાગરિકો બનશે.
આ બાબતને ધ્યાનમાં રાખીને આજે જિલ્લા પંચાયત ઈણાજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મતી મંજૂલાબેન મૂછાળના હસ્તે ગીર સોમનાથ જિલ્લાને ફાળવવામાં આવેલા ૧૧૨ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ નિયામક તરફથી વિદ્યાસહાયક ભરતી સંદર્ભે ૧૧૭ વિદ્યાસહાયક ઉમેદવારો ફાળવવામાં આવ્યાં હતાં. જેમાંથી આજે ૧૧૨ વિદ્યા સહાયક ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યાં હતાં.
આ નિમણૂક પત્રો એનાયત કરવાના કેમ્પ અવસરે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછાળ સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પી.ડી. ટાંક તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ