કોડીનાર તાલુકાના મઠ ગામને જોડતા રસ્તા પર ડામર પેચ વર્કની કામગીરી
ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના માર્ગોનું સુવ્યવસ્થિત સંચાલન થાય અને વાહનવ્યવહાર શરૂ રહે તે માટે સમારકામ હાથ ધરવા ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ (પં
કોડીનાર તાલુકાના મઠ


ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના માર્ગોનું સુવ્યવસ્થિત સંચાલન થાય અને વાહનવ્યવહાર શરૂ રહે તે માટે સમારકામ હાથ ધરવા ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યાં છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કોડીનાર તાલુકાના મઠ એપ્રોચ રોડ પર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લાના વિવિધ સ્થળોએ ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરીને માર્ગ પર પડેલા મોટા ખાડાઓને સમથળ કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande