ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) પ્રાચી તીર્થ. પ્રાચી ના પત્રકાર જાદવભાઈ ને એસ.ટી તંત્રનો કડવો અનુભવ થયેલ અને એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ઉના જામનગર બસ 9:00 વાગે ઉના ડેપો માંથી ઉપડતી બસ રદ થતાં એડવાન્સ બુકિંગ કરેલા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી જેમાં પ્રાચી થી પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ એડવાન્સ બુકિંગ થી બે ટિકિટ બુક કરાવેલી જેમને સીટ 19.20 જેમાં પોતાની દીકરીની જુનાગઢ ખાતે 3:00 વાગે પરીક્ષા હોવાથી એસટી વિભાગમાં ફોન કરતા કોડીનાર એસ.ટી ડેપોમાં ફોન બંધ આવતો હતો. ઉના એસટી ડેપોમાં રિંગ જતા કોઈ ઉપાડતું નહોતું અને વેરાવળ એસટી ડેપોમાં ફોન કરતા ફોન ઉપાડતા હોવા છતાં કોઈ જવાબ નહોતું દેતુ બીજી 10:00 વાગે ઉના ડેપોમાંથી ઉપડતી ઉના જેતપુર બસ આવતા પ્રાચી 11:30 વાગે આવેલા કંડકટર ને વાત કરેલ ત્યારે ખબર પડી કે પેલી બસ તો રદ થયેલ છે અને આ બસમાં ફરીથી તમારે ટિકિટ લેવી પડશે પરંતુ એસટી તંત્ર દ્વારા બસ રદ થયેલ પરંતુ કોઈ પણ મેસેજ કે ફોન કરીને કોઈ પણ મુસાફરોને જાણ ન કરવામાં આવી તો આ એસટી વિભાગની ઘોર બેદરકારી સામે આવે છે અને એડવાન્સ બુકિંગ કરેલ હોવા છતાં બસ રદ થતાં કોઈપણ જાતનો મેસેજ પણ કરેલો ન હતો આખરે તો લોકોને જ સહન કરવાનો વારો આવે છે તંત્ર વિભાગ ઊંચા હાથ કરી દે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ