ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) આગામી તા૧૯/૦૭/૨૦૨૫ના રોજ સુત્રાપાડાના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના સુપુત્ર તેમજ ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડના નાના ભાઈ સ્વ ડો ભરતભાઇ બારડની ૧૭ મી પુણ્યતિથિ નિમિતે સુત્રાપાડા ડો ભરતભાઇ બારડ શૈક્ષણિક સંકૂલ, સુત્રાપાડામાં પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
બારડ પરિવાર દ્વારા દર વર્ષે ડો ભરતભાઇ બારડ ની પુણ્યતિથિ નિમિતે સામાજિક સેવાના તેમજ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષ થી ડો ભરતભાઇ બારડ ના જન્મદિવસે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ એમ વિવિધ કેમ્પો નું આયોજન કરવામાં આવેલ હતું. જેથી તેઓની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલી અર્પણ કરવા પ્રાર્થના સભા તેમજ પુષ્પાંજલિ નું આયોજન કરવામાં આવેલ છે.
સ્વ ડો ભરતભાઈ બારડ જેઓનો જન્મ તા ૨૦-૦૪-૧૯૮૭ ના રોજ સુત્રાપાડા મુકામે થયેલ હતો. તેઓએ પોતાનું એચ.કે.જી. અને ધો-૧ સુધીનો અભ્યાસ દાલમિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સુત્રાપાડા માં કરેલ ત્યારબાદ રાજકોટની ખ્યાતનામ રાજકુમાર સ્કૂલ માં ધો-૨ અને ૩ નો અભ્યાસ કરેલ હતો. ત્યારબાદ તેઓના પિતાશ્રી કેબિનેટ માં મિનિસ્ટર થવાથી તેઓએ ધો-૪ અને ૫ નો અભ્યાસ ગાંધીનગરની સ્વામીનારાયણ સ્કૂલમાં કરેલ અને ધો-૬ થી ૧૨ નો અભ્યાસ સેંટ ક્ષેવિયર્સ શાળામાં કરેલ હતો ત્યારબાદ પોતાના વતનમાં તબીબી સેવા આપવા અર્થે તેઓએ મુંબઈની પ્રખ્યાત ડી વાય પાટિલ મેડિકલ કોલેજ માં એમબીબીએસ માં એડમિસન મેળવેલ હતું પરંતુ, કુદરતને કઈક બીજું જ મંજૂર હોય તેમ મેડિકલ કોલેજમાં રજા પડતાં તા ૧૮/૦૭/૨૦૦૮ ના રોજ પોતાના મિત્રોની લાગણી વશ થઈ અન્ય ૮ જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સ સાથે ગોવા ગયા હતા. જ્યાં દરિયામાં નહાવા માટે ગયા હતા જેમાં ભરતભાઇ સાથે અન્ય ૨ તેના મેડિકલ ડોક્ટરના વિધ્યાર્થીઓને દરિયામાં મોજા તાણી ગયા હતા. આ કુલદીપકના અવસાનથી તેમના પરિવારજનો ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા. આવા કપરા આઘાતથી તેમના સપનાને સાકર કરવાનો નિર્ણય તેઓના પિતાશ્રી જશાભાઈ, માતા ઉજિબેન ભાઈ દિલીપભાઇ તથા કાકા રામભાઇ ભાઈ અજયભાઈ અને નિલેષભાઈ, બહેનો તથા સમગ્ર પરિવાર દ્વ્રારા ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ નામાંકરણ કરવામાં આવેલ આ શૈક્ષણિક સંકુલમાં જુદા જુદા અભ્યાસક્રમો ચાલે છે જેમાં પ્રાથમિક વિભાગ માં અંકુર પ્રાથમિક શાળા (ધો-૧ થી ૮), ડો ભરત બારડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, (ધો-૧ થી ૮), માધ્યમિક વિભાગમાં વિવેકાનંદ વિનય મંદિર કુમાર અને કન્યા શાળા (ધો-૯ થી ૧૨, વિજ્ઞાન પ્રવાહ સાથે), યુ. જે બારડ માધ્યમિક શાળા અમરાપુર, ડો ભરત બારડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા જુનાગઢ તેમજ કોલેજ વિભાગમાં ડો ભરત બારડ આર્ટ્સ , કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ વિભાગમાં એમ.એસ.સી., એમ.એડ., એમ.એ અંગ્રેજી અને સોસીયોલોજી વિષયમાં, એમ.કોમ. બી.એડ. બી.એસ.સી. બી.સી.એ. બી.એ. બી.કોમ. બી.એસ.ડબલ્યુ, પીજીડીસીએ, પી.ટી.સી. જેવા અભ્યાસક્રમો કાર્યરત છે આ ઉપરાંત તમામ શૈક્ષણિક વિધ્યાશાખાઓને ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ નામાંકરણ કરી તેઓને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપેલ છે.
તા ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ડો ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલ, સુત્રાપાડા બસ સ્ટેન્ડ પાસે ડો ભરતભાઈ બારડની શ્રધ્ધાંજલિ રૂપે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ તેઓના ઘરે ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે.તેમજ વેરાવળ (ડારી )આવેલ નિરાધાર, અનાથ, અને દિવ્યાંગ આશ્રમ રહેતા દેવો માટે ભોજન ની વ્યવસ્થા કરવા માં આવી છે,
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ