ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.)વેપારીઓએ મહાદેવને સામુહિક રીતે શીશ ઝુકાવી મન મુકીને હેત વરસાવવા પ્રાર્થના કરી
વેરાવળથી સોમનાથ સુધી સાત કીમીની પદયાત્રા જથ્થાબંધ અનાજ કિરાણા વેપારી એસો. મંડળના વેપારીઓએ કરી હતી. સોમનાથ પહોંચીને મેઘરાજા મન મુકીને વ્હાલ વરસાવે તેવી પ્રાર્થના મહાદેવને સમક્ષ કરી હતી.
વેપારીઓની પદયાત્રાનું સોમનાથ પ્રભાસ પાટણ મેન બજારના વેપારીઓ દ્વારા, ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને કાજલી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પણ સાથે જોડાયા હતા અને પ્રભાસ પાટણ વેપારીઓ દ્વારા ચા-પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પદયાત્રા 28 વર્ષથી પરંપરા ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ