ગોધરા, ૧૮, જુલાઈ (હિ. સ.) ગોધરા ના ચિખોદરા નજીક આવેલ એક પાર્કિંગ મા ત્રણ શંકાસ્પદ ટ્રક ઉભેલી હોવાની પોલીસને મળેલ બાતમીના આધારે તપાસ કરતા ટ્રકની નંબર પ્લેટ ડુપ્લીકેટ જણાઈ આવી હતી અને ચેસીસ નંબર પણ બદલાયેલ જણાઈ આવતા ત્રણ ટ્રક સહીત એક શખ્સની ધરપકડ કરી હતી.
તપાસ કરતા ત્રણ ટ્રક પૈકી એક રાજસ્થાનની અને બે ટ્રક હરિયાણાના કરનાલની હોવાનું બહાર આવ્યું, ટ્રકના અસલી માલિક ને જાણ કરતા માલિક એ આવી જણાવ્યું હતું કે, બે મહિના અગાઉ તેઓની ટ્રક ચોરી થયેલ હતી, જે આજે ગુજરાત પોલીસનો ફોન આવતા અમે આવ્યા અને જોયું તો અમારી જ ટ્રક હોવાનું ફલિત થયુ છે. પોલીસે એક શખ્સની ધરપકડ કરી અન્ય બે શખ્સને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે, જો કે સમગ્ર મામલે ઉંડાણ પુર્વક તપાસ કરાય તો આંતર રાજ્ય ટ્રક ચોરી કૌભાંડ બહાર આવે એમ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ