ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
ગાંધીનગર, 18 જુલાઈ (હિ.સ.) : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ
ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


ગાંધીનગર, 18 જુલાઈ (હિ.સ.) : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવાનો હતો.

સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કારણે થઈ રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને, મંત્રીએ આવા સ્થળોએ થતા આડેધડ પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને આવા તમામ વાહનચાલકો વિરુદ્ધ કડક પગલાં લઈને દાખલારૂપ કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ નિર્ણયનો હેતુ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવીને નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન પ્રદાન કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande