પાટણ, 18 જુલાઈ (હિ.સ.)સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે આર્મી ટ્રેનિંગ કેમ્પ અંગે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન કૉલેજના આચાર્ય ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ઉદીશા કો-ઓર્ડિનેટર વિજયભાઈ જોષી અને અધ્યાપકો અમર ચક્રવર્તી, ચેતનભાઈ પ્રજાપતિ, ખુશ્બુબેન મોદી, જાગૃતિબેન પ્રજાપતિ અને આરતીબેન પ્રજાપતિએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સેમિનારમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણની અભિબેન પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમણે વિદ્યાર્થીઓને આર્મી ટ્રેનિંગ કેમ્પની વિગતવાર માહિતી આપી અને તેમાં જોડાવાથી મળતી તકઓ વિશે સમજાવ્યું.
સાથે સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો, અનુબંધમ પોર્ટલ અને પીએમશ્રી ઇન્ટર્નશીપ યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપી, જેથી વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યના અભ્યાસ અને કારકિર્દી માટે યોગ્ય માર્ગ પસંદ કરી શકે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર