જૂનાગઢ 18 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં રહેણાંક વિસ્તાોરના મકાનો/બંગલાઓમાં કામ કરતા ધરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે દ્વારા આચરવામાં આવતા મિલ્કમત સબંધી તેમજ શરીર સબંધીના ગંભીર ગુન્હાઓ પર નિયંત્રણ રાખવા જૂનાગઢ જિલ્લ મેજિસ્ટ્રેટ કે.બી.પટેલ ને મળેલ સતાની રૂએ આદેશો જારી કર્યા છે. જે મુજબ કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ બંગલા/ દુકાનો/ કારખાનાઓ/ મકાન બાંધકામ બિલ્ડર્સ/ ટેક્ષટાઈલ ઉદ્યોગ/ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેકટરોના માલિક/ ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડરો/ મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઈવર, રસોઈયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો મજુરો કે જે હાલમાં કામ પર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કર્મચારી/કારીગરો/મજુરો નોકરોની માહિતી/ હકીકત અંગેની તમામ નોંધણી સીટીઝન પોર્ટલ વેબસાઈટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફર્સ્ટ એન્ડ્રોઈડ એપ્લીકેશન મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તેમજ જે તે વિસ્તારનાં પોલીસ સ્ટેશનને આ માહિતી આપવાની રહેશે.
આ ઉપરાંત રજુ કરવાની માહિતી સાથે મકાન માલીકનો તથા નોકરી પર રાખેલ કારીગર/નોકર/વોચમેનના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, સાથે મકાન માલીકનું નામ તથા સરનામું, ટેલિફોન નંબર તથા મોબાઇલ નંબર, કામે રાખેલ નોકરનું પુરુ નામ તથા ઓળખ ચિન્હોક, હાલનું પુરુ સરનામું તથા મોબાઇલ નંબર, કામે રાખેલ નોકરના મુળ વતનનું સરનામું તથા મોબાઇલ નંબર, નોકરને નોકરી પર રાખ્યાા તારીખ, જેની ભલામણથી/ઓળખાણથી નોકરીએ રાખેલ છે? તે સ્થારનિક રહીશનું પુરુ નામ, સરનામું તથા મોબાઇલ નંબર, નોકરના બે થી ત્રણ સગાસબંધીના નામ તથા સરનામા અને મોબાઇલ નંબરની વિગતો પણ આપવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તાત્કાલીક અસરથી તા.૧૨/૦૯/૨૦૨૫ સુઘી રહેશે, જેનો ભંગ કરનાર BNS, 2023 ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ