જૂનાગઢ 18 જુલાઈ (હિ.સ.) વાહન જયારે સ્ક્રેપ કરવામાં આવતું હોય, માલિકી તબદીલી થતી હોય તેવા કિસ્સામાં વાહનો પર ફાળવવામાં આવેલ રજીસ્ટ્રેશન નંબર મુળ વાહન માલિક દ્વારા ખરીદાતા નવા વાહનો પર ફાળવી શકાય તે હેતુથી વાહન નોંધણી નંબર રીટેન્શન ની સુવિધા રાજ્ય સરકાર દ્વારા હાલમાં શરૂ કરવામાં આવી છે.
આ સેવા મેળવવાના હેતુસર જરૂરી સુચનાઓ અને પ્રક્રિયા તમામ વિગતો વાહન વ્યવહાર કમિશનરની કચેરીની વેબસાઈટ http://cot.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જેની જૂનાગઢ જિલ્લાના નાગરિકોને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ