જૂનાગઢ, 18 જુલાઈ (હિ.સ.) ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ તારીખ ૧૯ જુલાઈના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.
મંત્રી તારીખ ૧૯ જુલાઈના રોજ સવારે ૬-૩૦ કલાકે દેવળીયા સફારી પાર્ક, સાસણની મુલાકાત લેશે.ત્યારબાદ ૩-૪૫ કલાકે જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત લેશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ