કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની રજુઆતને સફળતા
પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની સરકારને રજૂઆતને સફળતા મળે છે જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવતા રસ્તાઓ પર કોઝવે તથા સાંકળા નાળા પર નવા પુલ બનાવવા માટે જોબ નબર ફાળવવા માં આવેલ છે. આ યોજના અંતર્ગત પસ
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની રજુઆતને સફળતા.


પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની સરકારને રજૂઆતને સફળતા મળે છે જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવતા રસ્તાઓ પર કોઝવે તથા સાંકળા નાળા પર નવા પુલ બનાવવા માટે જોબ નબર ફાળવવા માં આવેલ છે.

આ યોજના અંતર્ગત પસવારી ચિખલોદ્રા રોડ પર પ્રોટેક્શન વોલ તથા કોઝવે માટે રૂ.50 લાખ, ખંભાળા એપ્રોચ રોડ પર પ્રોટેક્શન વોલ માટે રૂ.10 લાખ, નવીબંદર રોડ પર બોક્સ કલ્વર્ટ માટે રૂ.60 લાખ, કુતિયાણા ખાગેશ્રી કાનાકુવા રોડ પર સ્પીલ સેકશન માટે રૂ.1 કરોડ 5 લાખ, સેગરસ છત્રાવા રોડ પર બોક્સ કલ્વર્ટ અને પ્રોટેક્શન વોલ માટે રૂ.50 લાખ, અમીપુર બળેજ રોડ પર સ્પીલ સેકશન અને પ્રોટેક્શન વોલ માટે રૂ.1 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ તકે ધારાસભ્ય કાંધલ જાડેજાએ બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande