આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને, ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
ગોધરા, ૧૮ જુલાઈ (હિ. સ.) આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ, બેઠકમાં વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬નું આદિજાતિ વિસ્તાર માટે અંદાજીત રૂ.૩૭૦૪.૨૨ લા
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ-૩


આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ-૨


આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ-૧


ગોધરા, ૧૮ જુલાઈ (હિ. સ.) આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ, બેઠકમાં વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬નું આદિજાતિ વિસ્તાર માટે અંદાજીત રૂ.૩૭૦૪.૨૨ લાખના ૧૩૪૫ વિકાસ કામોના આયોજનને મંજૂરી ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી પ્રભારી મંત્રી દ્વારા આદિજાતિ સબંધિત વિકાસને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આદિજાતિ વિકાસના બાકી કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના અન્વયે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૫-૨૬ અંતર્ગત આદિજાતી વસ્તીના પ્રમાણમાં આદિજાતિ વિસ્તાર (૯૬%) માટે રૂ. ૩૦૬૫.૯૮ લાખના કામોનું અને છૂટા છવાયા આદિજાતિ વિસ્તાર (૪%) માટે રૂ.૬૩૮.૨૪ લાખના વિકાસ કામોના વાર્ષિક સવાગણા આયોજન મળી કુલ ૩૭૦૪.૨૨ લાખના ૧૩૪૫ વિકાસ કામોના આયોજનને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

જેમાં કાલોલ તાલુકા માટે રૂ. ૧૯૮.૪૫ લાખના ૧૧૪ કામોના આયોજનને, ગોધરા તાલુકા માટે રૂ. ૪૫૩.૫૬ લાખના ૧૯૫ કામો, ઘોઘંબા તાલુકા માટે રૂ. ૧૧૬૧.૨૭ લાખના ૩૩૧ કામો, હાલોલ તાલુકા માટે રૂ. ૬૧૦.૧૪ લાખના ૧૭૧ કામો, જાંબુઘોડા તાલુકા માટે રૂ. ૧૨૮.૨૦ લાખના ૪૫ કામો, મોરવા(હ) તાલુકા માટે રૂ. ૮૫૨.૭૦ લાખના ૩૭૭ કામો અને શહેરા તાલુકા માટે રૂ.૨૯૯.૯૦ લાખના ૧૧૨ કામોના સવાગણા આયોજનને સમાવેશ કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં પ્રભારીમંત્રી કુબેર ભાઈ ડિંડોરએ તમામ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગેની બાબત ધ્યાન રાખવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈઓ અને તેની સામે કરવામાં આવેલા આયોજન વિશે સૌને વિગતવાર જાણકરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર અજય દહિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પ્રાયોજના વહીવટદાર, પ્રોબેશનર આઇએએસ કુ.અંજલી ઠાકુર, નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ, ગોધરા પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande