બિલિયા ગામમાં, ક્રિકેટ સટ્ટો રમતા વ્યક્તિની ધરપકડ
પાટણ, 18 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં પોલીસને મોટી સફળતા મળી છે. બસ સ્ટેશન પાસે રહેતા 56 વર્ષીય અશ્વિન પરષોત્તમભાઈ પટેલને ક્રિકેટ સટ્ટો રમતા ઝડપવામાં આવ્યા છે. તેઓ Guyana Amazon Warriors અને Hobart Hurricanes વચ્ચેની મેચના વિવિધ ઓવરના
બિલિયા ગામમાં ક્રિકેટ સટ્ટો રમતા વ્યક્તિની ધરપકડ


પાટણ, 18 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં પોલીસને મોટી સફળતા મળી છે. બસ સ્ટેશન પાસે રહેતા 56 વર્ષીય અશ્વિન પરષોત્તમભાઈ પટેલને ક્રિકેટ સટ્ટો રમતા ઝડપવામાં આવ્યા છે. તેઓ Guyana Amazon Warriors અને Hobart Hurricanes વચ્ચેની મેચના વિવિધ ઓવરના સેશન પર સટ્ટો રમી રહ્યા હતા.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપીએ ચેતન નામના વ્યક્તિ પાસેથી allpanelexch.app એપ્લિકેશનની ID મેળવી હતી. આરોપી પાસે રહેલ રૂ. 5,000 કિંમતનો મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.

સટ્ટાની ID આપનાર ચેતન ઘટના સ્થળેથી ફરાર હોવાને કારણે તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. સિદ્ધપુર પોલીસે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં જુગાર પર પ્રતિબંધ હોવા છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande