કચ્છમાં અવારનવાર નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ કરીને સ્વસ્થ રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની નેમ
ભુજ - કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં અવારનવાર નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ કરીને સ્વસ્થ રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની નેમ વ્યકત કરાઇ છે. દાયકાઓથી સેવારત રહેલા એવા અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાના માર્ગે આગળ વધતા તેમના પુત્ર સર્વ સેવા સંઘના યુવાન
ભુજમાં આરોગ્ય કેમ્પનું ઉદઘાટન


ભુજ - કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં અવારનવાર નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ કરીને સ્વસ્થ રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની નેમ વ્યકત કરાઇ છે. દાયકાઓથી સેવારત રહેલા એવા અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાના માર્ગે આગળ વધતા તેમના પુત્ર સર્વ સેવા સંઘના યુવાન પ્રમુખ જીગર છેડાએ કેમ્પના આયોજન દરમિયાન આમ જણાવ્યું હતું. ક.વી.ઓ.જૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે તારાચંદભાઈની ૭૪મી જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ કેમ્પ વૈધ ડૉ.પ્રતિકભાઈ પંડ્યા,વિશ્વ હિન્દુ પરિષદના ડૉ.કૃષ્ણકાંતભાઈ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદના ભુજ શહેર મંત્રી જયેશભાઇ કોઠારી, સામાજિક આગેવાન શૈલેષભાઈ સોની, દેવજીભાઈ મહેશ્વરી ના હસ્તે દિપ પ્રાગટય કરી શરૂ કરાયો હતો.

સંસ્થાની સાતત્યપૂર્ણ કામગીરી બિરદાવાઇ

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય કેશુભાઇ પટેલે તારાચંદભાઈની પ્રેરણા થી સંસ્થાના‌ પ્રમુખ જીગર છેડાના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી. સંસ્થાના‌ પ્રમુખ જીગરભાઇએ જણાવ્યું હતું કે મારા પિતાજીએ શરૂ કરેલી સેવાકીય પ્રવૃતિઓ ને વધુને વધુ આગળ વધારી છેવાડાના માનવી ને યોગ્ય સારવાર મળે તે માટે અવાર નવાર આવા વિના મુલ્યે મેડીકલ કેમ્પ યોજાતા રહેશે.

આયુર્વેદ સારવારમાં લોકોનો વિશ્વાસ વધ્યો

આ કેમ્પમાં સેવા આપનાર વૈધ ડૉ.પ્રતિક પંડ્યાએ (આયુર્વેદાચાર્ય)એ જણાવ્યું હતું કે, ભારત દેશની વર્ષો જૂની આયુર્વેદ સારવારમાં લોકોનો વિશ્વાસ વધતો જાય છે ત્યારે કોઈ પણ આડ અસર વિનાની આયુર્વેદ સારવાર,યોગ તથા નેચરોથેરાપીની સારવારથી દર્દી ની બિમારીનું નિદાન કરવામાં આવેતો ગમે તેવી જૂની અને અસાધ્ય બિમારીથી દર્દી ને જલ્દી સ્વસ્થ કરી શકાય છે અને બિમારી નું જડમૂળથી નાશ કરી શકાય છે.

આગેવાનોની હાજરી રહી

આ પ્રસંગે સમાજના મહિલા આગેવાન હંસાબેન તારાચંદભાઇ છેડા, સામાજિક આગેવાન જયેન્દ્રભાઈ ભાટીયા, નીતિનભાઈ પંડ્યા અન્ય સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પને સફળ બનાવવા ક.વી.ઓ.ના જનરલ મેનેજર અંકિત ગાલા, હરનીશભાઈ મહેતા, અશ્વીની આયુર્વેદ ના અજયભાઈ ચારણ, સુનિલભાઈ મહેશ્વરી, નરેશભાઈ મહેશ્વરી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande