ભાજપા કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી
અમરેલી 18 જુલાઈ (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. વિધાનસભા ક્ષેત્રના તમામ શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓની સત્
ભાજપા કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી


અમરેલી 18 જુલાઈ (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગર ભાજપના પૂર્વ પ્રમુખ પુનિતભાઈ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. વિધાનસભા ક્ષેત્રના તમામ શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓની સત્યાપન બેઠકમાં અમરેલીના લોકસભા સાંસદ કૌશિકભાઈ વેકરીયાએ પણ હાજરી આપી હતી.

આ બેઠક દરમિયાન સભ્યોને આવનાર દિવસોમાં યોજાનારા વિવિધ સંગઠનાત્મક કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શક્તિ કેન્દ્રોના માધ્યમથી મતદાર જોડાણ વધારવા અને બૂથ સ્તરે પક્ષની કામગીરી વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે માર્ગદર્શન અપાયું હતું. શક્તિ કેન્દ્રો દ્વારા યોજાનાર સભાઓ, જન સંપર્ક અભિયાન અને સભ્યતા વધારો અભિયાન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સંયોજકશ્રીઓને તેમના દાયિત્વ અને જવાબદારીઓ સમજાવી દેવામાં આવી હતી.આ બેઠકમાં મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શક્તિ કેન્દ્રોની કામગીરી કેવી રીતે વધુ કાર્યક્ષમ બને તે અંગે પોતાના સુચનો અને અનુભવો વહેંચ્યા હતા. સમગ્ર બેઠકમાં એકતા અને સંકલ્પબદ્ધતાથી કાર્ય કરવાની ભાવના છવાઈ રહી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા સંગઠન મંત્રીએ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande