પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : પોરબંદર-માધવપુર રોડ પર આવેલા ગોરસર-મોચા ગામે આવલા સાયકલોન સેલ્ટરમા તસ્કરો ખાબકયા હતા અને ઈલેકટ્રીક મોટરની ચોરી કરી ગયા હતા
આ અંગે ગોરસર ખાતે રહેતા વિક્રમભાઈ નાગાભાઈ પરમારે માઘવપુર પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાવી છે કે તા.12થી 17 જુલાઈ દરમ્યા સાયકલોન સેલ્ટરમાં પ્રવેશી અજાણ્યો ઇસમ રૂ.15000ની કિંમતની સબમર્સિબલ મોટરની ચોરી ગયો છે. આ બનાવ અંગે માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya