જસદણ નગરપાલિકા ખાતે NAMASTE દિનની ઉજવણી કરવામાં આવી.
રાજકોટ 18 જુલાઈ (હિ.સ.) રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિશા નિર્દેશો મુજબ NAMASTE દિનની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યત્વે ડ્રેનેજ સફાઈ કર્મચારીઓની સલામતી અને સન્માનને
જસદણ નગરપાલિકા ખાતે NAMASTE દિનની ઉજવણી કરવામાં આવી.


રાજકોટ 18 જુલાઈ (હિ.સ.) રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકા ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિશા નિર્દેશો મુજબ NAMASTE દિનની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યત્વે ડ્રેનેજ સફાઈ કર્મચારીઓની સલામતી અને સન્માનને કેન્દ્રમાં રાખી કામગીરી કરવામાં આવી. NAMASTE યોજનાના અંતર્ગત ડ્રેનેજ સફાઈમાં સંકળાયેલા કર્મચારીઓ માટે ખાસ પી.પી.ઈ. કીટ, હેલ્મેટ, સેફ્ટી શૂઝ, ગ્લોવ્સ, મસ્ક સહિતના સલામતી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે અધિકારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓને તેમની કામગીરી દરમિયાન પોતાનું આરોગ્ય અને સલામતી જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે નાગરિકોમાં NAMASTE યોજના અંગે જનજાગૃતિ લાવવા માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા. શહેરના નાગરિકોને માનવ Waste Management અંતર્ગત હાથ ધરવામાં આવતી NAMASTE યોજના વિશે માહિતી આપવામાં આવી. લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવ્યો કે ડ્રેનેજ સફાઈ કામગીરી દરમિયાન મેન્યુઅલ સ્કેવેન્જિંગ જેવો જોખમી કામ ન થાય અને કર્મચારીઓ યોગ્ય સાધનો સાથે સલામત રીતે કામગીરી કરે તે માટે સરકાર કટિબદ્ધ છે.

આ કાર્યક્રમ દ્વારા સફાઈ કર્મચારીઓની મહેનત અને તેમના યોગદાનને માન્યતા આપવામાં આવી હતી. NAMASTE દિનની ઉજવણી સહાનુભૂતિ અને સલામતી બંનેના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande