પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે, સંકલન સમિતિની બેઠક પૂર્વે ભૂખ હડતાળની ચિમકી આપી
પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા સંકલન સમિતિની આવતીકાલની બેઠકને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે અને આ મુદ્દે મુખ્યમંત્રી તેમજ કલેક્ટરને લેખિતમાં રજૂઆ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સંકલન સમિતિની બેઠક પૂર્વે ભૂખ હડતાળની ચિમકી આપી


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સંકલન સમિતિની બેઠક પૂર્વે ભૂખ હડતાળની ચિમકી આપી


પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા સંકલન સમિતિની આવતીકાલની બેઠકને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે પ્રતિકાત્મક ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે અને આ મુદ્દે મુખ્યમંત્રી તેમજ કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી છે.

ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ઘણા સમયથી સમિતિની બેઠકોમાં તેમની માંગ મુજબના પ્રશ્નોના જવાબો અધૂરા અથવા મોડા મળે છે. 9 જૂન, 2025ની બેઠકમાં જિલ્લા પોલીસવડા પાસેથી માંગેલી માહિતી અધૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકળાયેલા મામલાઓમાં પણ માહિતી અપૂર્ણ આપવામાં આવી છે. 17 જુલાઈ, 2025ના રોજ મળેલી વિગતોમાં અરજદાર લાડજીજી ઠાકોરના દારૂ કેસના નિવેદનની નકલ આપવામાં આવેલી નથી. ફાયરમેનની ભરતી સંબંધિત માહિતી 23 સપ્ટેમ્બર, 2024થી માંગવામાં આવી હતી, જેને 18 જુલાઈ, 2025ના પત્રમાં નકારી કાઢવામાં આવી છે. રજિસ્ટ્રાર હાજર હોવા છતાં તેમની સહીથી માહિતી આપવામાં આવી નથી.

ધારાસભ્યે કલેક્ટરને વિનંતી કરી છે કે, યુનિવર્સિટીના કુલસચિવ અને જિલ્લા પોલીસવડાને સંપૂર્ણ માહિતી સાથે બેઠકમાં હાજર રહેવા સૂચના આપે. તેમનાં પ્રશ્નોનું સમાધાન ન થાય તો તેઓ, ભવિષ્યમાં મુખ્યમંત્રી કચેરી સામે ધરણાં કરશે તેવી ચેતવણી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande