પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) : રાષ્ટ્રપિતા તુલ્ય મોહનદાસ ગાંધીની જન્મભૂમિ પોરબંદરની સ્વચ્છતાની ‘છબી’ સુધરી છે સમગ્ર ભારતના 824 શહેરોમાંથી પોરબંદરનો 100મોં નંબર આવ્યો છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ પોરબંદર આગળ આવતા પોરબંદર મનપાને ઈનામ આપી સન્માનિત કરશે. સ્વચ્છતા સર્વેક્ષણ દર વર્ષે ભારતના વિવિધ શહેરોમાં કરવામાં આવે છે જેમાં સ્વચ્છતાને લગતી વિવિધ કેટેગરીની નોંધ કરવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ શહેરોને નંબર આપી સ્વચ્છતાની દ્રષ્ટિએ શહેર કેટલામાં ક્રમે છે તે જાહેર કરવામાં આવે છે ત્યારે સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીની જન્મભૂમિ સ્વચ્છતાની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે અન્ય શહેરનો સરખામણીમાં પોરબંદર ઝડપીથી આગળ વધી રહ્યું છે તેવું એટલા માટે કહી શકાય કે, સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ના આંકડા પર નજર કરીએ તો ભારતના 446 શહેરો કે જેની વસ્તી 1 થી 3 લાખ હોય તેવા શહેરોમાંથી સ્વચ્છતાની દ્રષ્ટિએ પોરબંદર 286માં ક્રમાંકે હતો અને રાજ્યના 30 શહેરોમાંથી 17 માં ક્રમાંકે હતું જેની સરખામણી સ્વચ્છતા સંરક્ષણ 2024માં કરીએ તો સમગ્ર ભારતના 824 શહેરોમાંથી
પોરબંદરનો 100 મોં નંબર આવ્યો છે. આ શહેરો એવા છે કે જેની વસ્તી 50 હજારથી 3 લાખ સુધીની હોય અને 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતની વાત કરીએ તો રાજ્યના 51 શહેરો પૈકી પોરબંદરનો 37મોં નંબર આવ્યો છે તો નવી બનેલી 9 મહાનગરપાલિકામાં પોરબંદરનો ત્રીજો નંબર આવ્યો છે. એટલે કે, સ્વચ્છતાની દ્રષ્ટિએ પોરબંદર સફળતાની સિડી ચડી રહ્યું છે તેમ કહી શકાય.
ગાંધીભૂમિને વધુ સ્વચ્છ બનાવવા 18 નવા વાહનો આવશે
ગાંધી જન્મભૂમિ પોરબંદર હવે સ્વચ્છતાની દ્રષ્ટિએ દિવસેને દિવસે આગળ આવી રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના આંકડામાં પોરબંદર સમગ્ર ભારતમાં 100મોં નંબર આવતા પોરબંદર મનપાના કમિશનર તેમજ કર્મચારીને સરકાર ઈનામ આપી સન્માનિત કરશે. તો હવે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને વધુ સ્વચ્છ બનાવવા પોરબંદર મનપા 18 નવા વાહનોની. હાલ પોરબંદર મનપા પાસે 30 જેટલા વાહનો ઉપલબ્ધ છે. અન્ય ખરીદી બાદ પોરબંદર મનપા વધુ ઝડપીથી કામ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya