સાતમ આઠમના લોકમેળા માટે ભુજ પાલિકા તૈયાર, ટેન્ડર મગાવાયા, ત્રણ દિવસ લોકો મહાલશે
ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) શહેરના હમીરસર કાંઠે દર વર્ષની જેમ સાતમ-આઠમના પર્વ નિમિત્તે આગામી તા. 15 અને 16/8 બે દિવસીય મેળો ભરાશે. આ માટે ભુજ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ લેવા ઇચ્છુકો પાસેથી ભાવ મગાવાયા છે. કૃષ્ણાજી પુલ હજુ પણ ચિં
ભુજમાં યોજાશે સાતમ આઠમના મેળા


ભુજ – કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) શહેરના હમીરસર કાંઠે દર વર્ષની જેમ સાતમ-આઠમના પર્વ નિમિત્તે આગામી તા. 15 અને 16/8 બે દિવસીય મેળો ભરાશે. આ માટે ભુજ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટ લેવા ઇચ્છુકો પાસેથી ભાવ મગાવાયા છે.

કૃષ્ણાજી પુલ હજુ પણ ચિંતાનું કારણ

શ્રાવણી મેળાઓમાં કચ્છમાં ભુજનો સાતમ આઠમનો મેળો જિલ્લાભર માટે આકર્ષરૂપ હોય છે. હમીરસર તળાવના કિનારે ભરાતા આ મેળા માટે પાલિકા તૈયાર બની છે. જોકે, મોરબી પુલની દુર્ઘટના બાદ ભુજનો હમીરસર ઉપરનો કૃષ્ણાજી પુલ બંધ કરાયા બાદ પુન: શરૂ થયો નથી. બે વર્ષથી મેળા ભરાઇ રહ્યા છે. પણ સેંકડો લોકો માટે જોખમ તો રહેલું છે. જુલાઇમાં જ સારો વરસાદ પડી જવાના લીધે આ તળાવ અડધાથી વધુ ભરાઇ ગયું છે અને મેળા જર્જરિત પુલની આસપાસ ભરાતા હોવાથી ચિંતા છવાયેલી રહે છે.

ગત વર્ષે સૌથી ઊંચા ભાવના ટેન્ડર આવ્યા હતા

ભુજના હમીરસર તળાવના કિનારે મહાદેવ નાકાથી ખેંગારપાર્ક તથા ઉમેદનગર જતા માર્ગ સુધી સાતમ-આઠમનો મેળો યોજાશે. આ માટે સુધરાઇ દ્વારા મેળાનો કોન્ટ્રાક્ટ લેવા ઇચ્છુકો પાસેથી ભાવ મગાવાયા છે. અપસેટ પ્રાઇઝ 6.55 લાખ રૂા. નક્કી કરાયા છે. મેળામાં જરૂરી લાઇટિંગ અને હંગામી મીટર જોડાણ કોન્ટ્રાક્ટ લેનારે લેવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ 8.39 લાખમાં મેળાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, ત્યારે આ વર્ષે આંક ગત વર્ષને આંબશે કે કેમ તેના પર ભુજવાસીઓની મીટ મંડાઇ છે.

કોન્ટ્રાક્ટ લેનારને મેળા માટે ત્રણ દિવસ મળશે

અહીં નોંધનીય છે કે, ઉપરોક્ત બે દિવસમાં 15મી ઓગસ્ટની જાહેર રજા, ત્યારબાદ તા. 16ના શનિવાર અને પછી રવિવાર આવતો હોવાથી કોન્ટ્રાક્ટ લેનારને મેળા માટે ત્રણ દિવસ મળશે. જો કે, જ્યારે જ્યારે ત્રણેક રજાની જોગવાઇ થતી હોય છે, ત્યારે ભુજવાસીઓ બહારગામ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે આસપાસનાં ગામોના લોકો ભુજ આવી સાતમ-આઠમનો મેળો માણતા હોય છે. કોન્ટ્રાક્ટરે તા. 23/7 સુધી ટેન્ડર ભરવાનું રહેશે તેવું સુધરાઇએ ટેન્ડરમાં જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande